MojMaaRevu Gujarati
@mojmaarevu

❛Gujarati, Hindi & English : Thoughts, Jokes, Poem, Articles And Much More Information.❜ WhatsApp ➻ https://goo.gl/UnchHQ fb ➻ fb.com/MojMaaRevu Insta ➻ Instagram.com/MojMaaRevu Site ➻ www.MojMaaRevu.com Contact ➻ @MojMaRevu
1663  
MojMaaRevu Gujarati
2018-09-23 

❝MøjMäāRèvû😎😋😊❞. ❛ઋતુ ની માફક બદલાતા માણસો એટલા મળ્યા,. કે હવે થી હર એક ઋતુ માફક આવી ગઈ.❜

Join ➻ @MojMaaRevu
MojMaaRevu Gujarati
2018-09-16 

સારા સમાચાર. 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰. ઇન્સ્ટાગ્રામના સારા ગુજરાતી સ્ટેટ્સ પીક્સ હવે ટેલિગ્રામ પર તો આજે જ જોઈન થવા માટે અહીંયા ક્લિક કરો ➻ @GujaratiStatus

જો તમારી પાસે સારા પીક્સ હોઈ ગુજરાતી સ્ટેટ્સના તો ➻ @MojMaRevu અહીંયા મોકલો.
MojMaaRevu Gujarati
2018-09-16 

Good News. 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰. Instagram Best Gujarati Status Pics Available On this Telegram Channel ➻ @GujaratiStatus Join Today.

If You have Best Pictures Of Gujarati Status than Send ➻ @MojMaRevu .
Thank You For Support :)
MojMaaRevu Gujarati
2018-07-08 

મિત્રો તમારી થોડી મદદ જોઈએ છે. હું દરરોજ એક પોસ્ટ કરું છું એ પણ ફોટા માં તો એક ઓફર પ્લાન કરી છે.

અત્યારે મેમ્બર્સ 1.4K છે તો તમારી મદદ થી જો 2.5K થઈ જાઈ તો હું એક પોસ્ટ ફોટા સાથે તો મુકીશ જ સાથે સાથે બીજી 5 ટેક્સ્ટ પોસ્ટ માં મુકીશ એ પોસ્ટ તમે કોપી પણ કરી શકશો. મને આમાં ખુશી સિવાય કાઈ નહિ મળે તો તમારા ગુજરાતી મિત્રો ને Share કરવાનું ભૂલતા નહિ.
MojMaaRevu Gujarati
2018-05-17 

❝MøjMäāRèvû😎😋😊❞. ❛પાત્રતા પુરવાર હોવી જોઇએ. હર દશા સ્વીકાર હોવી જોઇએ

ચાલશે કેવળ ઈશારો હા વિષે
ના,ખુલાસાવાર હોવી જોઇએ
સોંસરો ઉતરી શકે ઊંડે સુધી
શબ્દને પણ ધાર હોવી જોઇએ
અર્થ અવળો થઇ શકે છે મૌનનો
વાત વિગતવાર હોવી જોઇએ
ઝાંઝવા ખળખળ નથી વહેતાં કદી
જાત મૂશળધાર હોવી જોઇએ !
હસ્તગત કંઇ હોય કે ના હોય,પણ
લાગણી ચિક્કાર હોવી જોઇએ
મૃત્યુને પણ મારવી અઘરી પડે
જિંદગી ખુંખાર હોવી જોઇએ !❜
- ડૉ. મહેશ રાવલ
Join ➻ @MojMaaRevu
MojMaaRevu Gujarati
2018-05-14 

❝MøjMäāRèvû😎😋😊❞. ❛સૌનું કામ સૌ કરે , હોય સોય કે તલવાર,. એક ના સીવી શકે, બીજાથી નવ થાય વાર !

શીદને હરખાય માનવી, પડે પાસા પોબાર,
પરભવનું જમા પૂણ્ય તે પ્રભુ ચૂકવે ઉધાર !
આંગણે આવેલ દુખીયાને દે જે આવકાર ,
ભલો માનવી જાણવો, ઉત્તમ એના સંસ્કાર !
સુખના સમયે જે કરે સદા સૌના વિચાર,
દુખ તે થી દુર રહે, અસુખ થાયે ના લગાર !
આભાસી છે મોભો બધો, આભાસી અભિમાન,
ઉતાર ગાંસડી ગુમાનની, વ્યર્થ સઘળો ભાર !
સારું થાય તે ખુદ કર્યું, બુરું તે ગ્રહોની ચાલ,
કરતો નથી, બધું થાય છે તે તું નક્કી ધાર !
મુઠી રાખ વહી જાશે, તે જ જીંદગીનો સાર,
મારું મારું શું કરે, ત્યાગનું જ સુખ અપાર !
ઘડી પછીની ખબર નથી ને કાલનો કરે વિચાર,
જીવન સાવ સરળ છે, જો ઉતરે ઇચ્છાનો ભાર !
શાસ્ત્રનું લખ્યું ફરી કહે, ના કોઇ નવો વિચાર,
સમજ પ્રમાણે ભટ્ટજી કરે કેવળ એનો વિસ્તાર !❜
- મેહુલ ભટ્ટ
Join ➻ @MojMaaRevu
MojMaaRevu Gujarati
2018-04-19 

❝MøjMäāRèvû😎😋😊❞. ❛લે હાથે કરતાલ ફકીરા;. સંતો સાથે ચાલ ફકીરા. એની મેડીએ બેસીને,

થૈ જા માલંમાલ ફકીરા.
હુંયે માણસ તું યે માણસ
સૌનું લોહી લાલ ફકીરા.
બંને ખાલી હાથે જઈશું,
અંતે તો કંગાલ ફકીરા.
ડર ને ચિંતા ફેંક નદીમાં,
માલિક મોટી ઢાલ ફકીરા.
સરકી જાશે એક જ પળમાં
દુનિયાને ના ઝાલ ફકીરા.
દોલત તો દાસી છે તારી
ખિસ્સામાં ના ઘાલ ફકીરા.
સંન્યાસીનું તો એવું કે
સૂર અહીં ત્યાં તાલ ફકીરા.
રસ્તા તો આડા ને અવળા,
જૂની વાટે ચાલ ફકીરા.❜
- ​ઝાકીર ટંકારવી​
Join ➻ @MojMaaRevu
MojMaaRevu Gujarati
2018-04-14 

❝MøjMäāRèvû😎😋😊❞. ❛બંધ દરવાજાની ભીતર કોણ છે ? હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?
કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?
કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?
કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે જે અનુત્તર, કોણ છે ?❜
- હનીફ સાહિલ
Join ➻ @MojMaaRevu
MojMaaRevu Gujarati
2018-04-12 

❝MøjMäāRèvû😎😋😊❞. ❛મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?

ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?
હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?
મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?
તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો, એ ઉદારતાનું હું શું કરું ?❜
- રઈશ મનીઆર
Join ➻ @MojMaaRevu
MojMaaRevu Gujarati
2018-04-02 

❝MøjMäāRèvû😎😋😊❞. ❛ખુદને એપ્રિલ ફુલ બનવુ છુ રોજે રોજ,. જુઠી વાતે મન બહેલાવું છુ રોજે રોજ!

ચહેરા પર મહોરા સજાવું છુ રોજે રોજ,
સ્મીત પાછળ આંસુ છુપાવુ છુ રોજે રોજ!
નિત નવા સપના સજાવુ છુ રોજે રોજ,
પછી અમથુ મન મનાવું છુ રોજે રોજ!
સુખની પાછળ જાત દોડાવું છુ રોજે રોજ,
અને દુખો ગૂંજે ભરીને લાવું છુ રોજે રોજ!
સુજે શબ્દો તો કવિતા સજાવું છુ રોજે રોજ,
મળવાને હું શાયરી થઇ આવું છુ રોજે રોજ!
જીવું છુ માની શ્વાસ લંબાવુ છુ રોજે રોજ,
પીડાઓની પણ મૌજ મનાવું છુ રોજે રોજ!
જીવું છુ એવુ મનને સમજાવું છુ રોજે રોજ,
ખુદ ખુદને એપ્રિલ ફુલ બનાવું છુ રોજે રોજ!❜
- મેહુલ ભટ્ટ
Join ➻ @MojMaaRevu